ગુજરાતમાં મેઘરાજાએ એકસાથે 35 તાલુકામાં બોલાવી ધડબડાટી; જાણો ક્યાં કેટલો ખાબક્યો વરસાદ

0

Gujarat Rain News: રાજ્યના બાકી ભાગો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે ત્યારે દ.ગુજરાતના અનેક સ્થળોએ વરસાદી માહોલ જામી રહ્યો છે. તો આ તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં (Gujarat Rain News) પણ ક્યાંક વરસાદી ઝાપટા પડી રહ્યા છે.

35 તાલુકામાં વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ ઉમરગામમાં
જેમાં સૌથી વધુ ઉમરગામમાં 3 ઈંચ, વલસાડમાં 2.5 ઈંચ, પલસાણામાં 1.5 ઈંચ, જલાલપોરમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ સ્થળોએ અડધા થી સવા ઇંચ વરસાદ
નવસારીમાં 1 ઈંચ, વાપીમાં 1 ઈંચ, પારડીમાં 1 ઈંચ, ચિખલીમાં 1 ઈંચ, ડાંગમાં 0.5 ઈંચ વરસાદ નોંધાયો છે

આજે કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?
હવામાન વિભાગની આગાહી મુજબ 20 જૂનના રોજ એટલે કે આજે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *