ડાંગમાં વરસાદે બોલાવી ધડબડાટી..

0
  • ભારે વરસાદ ના કારણે ડાંગ વિસ્તાર માં પાણી ભરાયા..
  • હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ડાંગ જિલ્લામાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યાં છે.
  • ડાંગના સાપુતારા, વઘઈ, સુબિર સહિતના વિવિધ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ડાંગના રસ્તાઓ પર આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. ડાંગના આ સુંદર દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.
  • વીડિયોમાં જોઈ શકાય છે કે ધોધમાર વરસાદને પગલે ચોતરફ હરિયાળી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *