મુંબઇમાં વર્લી સ્થિત ટાઈમ્સ ટાવર પર આજે સવારે લાગેલી ભીષણ આગમાં આ 14 માળની ઇમારતમાં અનેક લોકો ફસાયા હોવાની શંકા છે. હજુ સુધી કોઇ જાનહાનીના અહેવાલ નથી.
સવારે 6.30 કલાકે આ આગ લાગી હતી. જેના પર કાબુ કરવા ફાયર બ્રિગેડના આઠ ફાયર ફાઇટર ઝઝુમી રહ્યા છે. લોઅર પરાલમાં કમલા મીલ કમ્પાઉન્ડમાં આવેલા ટાઇમ્સ ટાવરમાં આ આગ લાગી હતી. જે પ્રારંભમાં અત્યંત ભયંકર નજરે ચડતી હતી. જોકે આ ઇમારતમાં સામાન્ય રીતે રાત્રી બાદ કોઇ રહેતા નથી પરંતુ ચોકીદાર સહિતના લોકો અંદર હોવાનું માનવામાં આવે છે અને તેના કારણે ફાયર બ્રિગેડે મોટુ ઓપરેશન હાથ ધર્યુ છે. આ આગને મેજર કોલ તરીકે જાહેર કરાયો છે અને આસપાસના અન્ય ફાયર બ્રિગેડને પણ સહાયતા માટે બોલાવવામાં આવ્યા છે. 14 માળની ઇમારતમાં ત્રીજાથી સાતમા માળ સુધી આગના લબકારા અને ધુમાડા ફેલાયા છે અને કમલા મીલ કમ્પાઉન્ડમાં ર017માં જ આ પ્રમાણે એક આગમાં 14 લોકો માર્યા ગયા હતા અને તે ઘટનાની યાદ તાજા થઇ છે.